Tuberculosis.png

ક્ષય રોગ

ક્ષય રોગની એક સ્થિતિ એ છે કે તે વિવિધ જાતોના સુક્ષ્મ જીવાણુંઓ દ્વારા ફેલાય છે, સામાન્ય રીતે આ જીવાણુંઓ ક્ષય રોગનો ફેલાવો કરે છે.ખાસ કરીને ક્ષય રોગ ફેફસાંમાં ફેલાય છે,પણ શરીરના  અન્ય ભાગો પર અસર કરી શકે છે.જયારે કોઈ વ્યક્તિને ક્ષય થયો હોય ત્યારે તે ચેપ ઉધરસ,છીંક સાથે હવામાં ફેલાય છે અને હવા મારફતે શ્વાસમાં પ્રવેશી શકે છે.તે એક ગંભીર સ્થતિ છે પરંતુ યોગ્ય સારવાર સાથે તેને મટાડી શકાય  છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)ના જણાવ્યા અનુસાર ભારત દેશમાં સૌથી વધુ બોજો   ક્ષયનો છે.વૈશ્વિક ઘટનાઓ પ્રમાણે વર્ષ-૨૦૧૧માં અંદાજીત ૮.૭ કરોડ ક્ષયના કેસો આવ્યા હતા જેમાંથી ૨.૨ કરોડ કેસ ભારતમાં નોધાયા હતા.

ક્ષય રોગના લોકોની સારવાર માટે સક્રિયપૂરક પોષણયુક્ત સારવાર જરૂરી છે.

ક્ષય અને કુપોષણ વચ્ચે સંબંધ શોધવા માટે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો.આ ચેપ પર કાબુ મેળવવા માટે ચયાપચયની ક્રિયા અને પોષણ દ્વારા ઘટાડી શકાય છે તેમ જણાવ્યું હતું.કેન્દ્રીય શોધ સમીક્ષા પદ્ધતિ (ધ ક્રોકેન  લાઈબ્રેરી )દ્વારા જાણવા મળ્યું હતું.

મેડલાઈન,ઈએમબીએએસઈ,એલઆઈએલએસીએસ,એમઆરસીટી,ભારતીય સામાયિક ક્ષય રોગ,જુલાઈ-૨૦૧૧  

મૌખિક પોષણપૂરક હસ્તક્ષેપ,પ્લેસબો અને આહાર સલાહ સાથે ચાર અઠવાડિયા માટે આપવામાં આવે હતી જેમાં ક્ષય રોગ માટે સક્રિય સારવાર કરવામાં આવી હતી.જ્યાં નિર્દેશિત અંકુશિત પ્રયોગો (આરસીટીએસ ) નો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં ત્રેવીસ પ્રયત્નો વડે ૬૮૪૨ સહભાગીઓને સમાવવામાં આવ્યા હતા.

લેખકે તારણ કાઢ્યું કે હતું  કે ક્ષયની સારવાર મફત ખોરાક અથવા ઉર્જાપૂરક પરિણામો દ્વારા નિયમિત પરિણામ મળે છે કે કેમ તે અપર્યાપ્ત સંશોધન છે,અથવા જીવનની  ગુણવત્તામાં સુધારો થયો છે.પ્રયાપ્ત નમુનાના કદ સાથે વધુ પ્રયોગો અને તબીબી મહત્વના લાભો,ઓળખવા અથવા બાકાત રાખવા જોઈએ.   

http://onlinelibrary.wiley.com/doi/10.1002/14651858.CD006086.pub3/abstract  

સંદર્ભ:  www.tbcindia.nic.in
           www.cdc.gov
           www.who.int 
           www.who.int 
           www.youtube.com

ક્ષય રોગ સામાન્ય રીતે ફેફસાંમાં સૌથી વધુ અસર કરે છે.તેના વિવિધ લક્ષણો આ  પ્રમાણે છે:

 • બે કે તેથી વધુ અઠવાડિયા સુધી સતત ઉધરસ કે કફ આવે
 • શ્વાસ લેવામાં ધીમે ધીમે પ્રક્રિયા હળવી બને અને પછી તકલીફ પડે
 • ભૂખના અભાવે વજન ઓછું થાય
 • ૩૮' સે. જેટલું ઊંચું તાપમાન ( ૧૦૦.૪'ફે.)અથવા ઉપર થાય
 • વધુ પડતો થાક અથવા પરિશ્રમથી થાક લાગે
 • ક્ષય ત્રણ અઠવાડિયા કરતા વધુ સમય માટે ના સમજાય તેવી રીતે પીડા સાથે ફેલાય છે અન્ય અંગોનો પણ સમાવેશ થાય છે.
 • લસિકા ગાંઠો (લસિકા ગાંઠ ક્ષય )
 • હાડકાં અને સાંધા (હાડપિંજરનો ક્ષય )
 • પાચક પદ્ધત્તિ (જઠરાત્રિય ક્ષય )
 • ચેતાતંત્રીય પદ્ધત્તિ(કેન્દ્રીય ચેતાતંત્ર ક્ષય )

સંદર્ભ: www.nhs.uk

ક્ષય રોગ થવાનું મુખ્ય કારણ સુક્ષ્મ બેક્ટેરિયા,નાના વાયુજીવી અને બિન ગતિશીલ વિષાણું દ્વારા થાય છે.ક્ષયનો  ફેલાવો  જયારે કોઈ ક્ષય  થયેલા વ્યક્તિને છીંક કે ઉધરસ આવે ત્યારે બેક્ટેરિયા હવામાં ફેલાય અને આ બિંદુઓ બીજાના શરીરમાં ફેલાય છે.

જોખમી પરિબળો :

સૌથી સામાન્ય જોખમ એ છે કે ક્ષય અને એચ.આઈ.વી.આખા વિશ્વમાં  ફેલાયેલા છે.

અન્ય પરિબળોનો પણ સમાવેશ થાય છે :

હોજકિન્સ લસીકાબદ્ધ

મૂત્રપિંડને લગતા રોગ

કુપોષણ

મદ્યપાન

સંદર્ભ : www.cdc.gov

લાક્ષણિક નિદાન :

૨ અઠવાડિયાથી વધુ સમય ખાંસી વજન ઓછું થવું,ભૂખ,તાવ અને રાત્રે પરસેવો વળવો,થાક લાગવો આદિ ક્ષયના સામાન્ય લક્ષણો છે.

કોઈ આ લક્ષણો ધરાવતા હોય તો તેમને ક્ષય રોગ છે તેની સારવાર માટે તબીબી સલાહ  જોઈએ.

 • છાતીનો એક્સ-રે : ફેફસાંની એક છબી બનાવવા માટે કિરણોત્સર્ગનો ઉપયોગ થાય છે જેમાં કોઈને ક્ષયનો ચેપ છે કે કેમ તે તપાસ કરે છે.જેમ કે,ફેફસાંમાં ઈજા હોવી,દેખાવમાં ફેરફાર વગેરે આ એક્સ-રે માં દેખાય છે
 • જે શરીરમાં રહેલા કફના નમૂના  અને  બેક્ટેરિયાને તપાસે છે.
 • ફેફસાંની વધારે  સારી તપાસ  માટે  આ પદ્ધતિઓ  ઉપયોગી છે.
 • કોમ્પ્યુટરાઈઝ  ટોમોગ્રાફી (સીટી સ્કેન ) : શરીરના  અલગ અલગ ખૂણા પરથી એક્સ-રે લેવામાં આવે છે અને પછી કોમ્પ્યુટરની અંદર એક વિગતવાર ચિત્ર બનાવવા માટે એક સાથે છબીઓ મૂકે છે.
 • મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ (એમઆરઆઈ) સ્કેન : એક ચુંબકીય ક્ષેત્ર અને રેડિયો તરંગો શરીરની અંદર વિગતવાર છબીઓ પેદા કરવા માટે વપરાય છે.
 • અલ્ટ્રાસાઉન્ડ  સ્કેન : ઉચ્ચ આવૃત્તિવાળા અવાજના મોજાની શરીરના અંદરના ભાગમાં છબી બનાવવા માટે વપરાય છે.
 • લોહીના પરીક્ષણો
 • પેશાબના પરીક્ષણો
 • બાયોપ્સી-એક નાની પેશી નમુના તરીકે અસરગ્રસ્ત ભાગમાંથી લેવામાં આવે છે અને રોગ ની હાજરી માટે તેના પર પરીક્ષણ કરવામાં આવે છે.

સંદર્ભ: www.tbdots.com 
          www.nhs.uk

આ રોગ (ક્ષય )ની સારવાર માટે એન્ટીબાયોટિક દવાઓનો મોટા ભાગે ઉપયોગ થાય છે.જો કે તેના વિવિધ પ્રકારો તમારાં પર આધાર રાખે છે.

ડોટસ (પ્રત્યક્ષ નિરીક્ષણ થેરાપી )

એટલે કે આરોગ્ય સંભાળ પ્રદાતા વ્યક્તિ દ્વારા તેમની દવાઓ લેવા આગ્રહ કરે છે.પરંતુ યોગ્ય એન્ટીબાયોટિકસ ન લેવાથી લોકોની સંખ્યા ઘટાડવા માટે ડબલ્યુએચઓ દ્વારા ભલામણ કરવામાં આવે છે. ૨૦૧૦માં ક્ષય રોગ માટે ફેફસાંની સારવાર કરવા ભલામણ કરવામાં આવેલ છે,

છ મહિના માટે રીફમ્પીસીન મિશ્રણવાળી એન્ટી બાયોટીક્સ  આપવામાં આવે છે, 

આઈસોનીયાજીડ,પેરાઝીનોમાઈડ  અને ઈથેમ્બ્યુંટોલ પ્રથમ બે મહિના માટે અને રીફમ્પીસીન  અને આઈસોનીયાજીડ છેલ્લા ચાર મહિના માટે આપવામાં આવે છે.જ્યાં આઈસોનીયાજીડ  પ્રતિકાર વધારવા માટે હોય છે અને વિકલ્પ તરીકે ઈથેમ્બ્યુંટોલ છેલ્લા ચાર મહિના માટે ઉમેરી શકાય છે.

ઘણી બધી ક્ષયનો પ્રતિકાર કરતી દવાઓ (એમડીઆર-ટીબી )શોધાયેલી છે,તો ૧૮ થી ૨૪ મહિના માટે ઓછામાં ઓછા ચાર અસરકારકો દ્વારા  એન્ટીબાયોટિકસ સાથે સારવાર  આપવી જોઈએ.

સંદર્ભ: www.nhs.uk
          www.cdc.gov

ક્ષયનું નિવારણ રસીકરણ  દ્વારા થાય છે. હાલમાં ૨૦૧૧માં  આ રસી,બેસિલસ કાલમેટ-ગ્યુરીન (બીસીજી )ઉપલબ્ધ થઇ છે,તે ,બાળપણમાં પ્રચારિત થયેલા રોગ સામે અસરકારક છે,તે ફેફસાંમાં થયેલા કરારબદ્ધ ટીબી સામે વિસંગત રીતે સંરક્ષણ આપે છે.

સંદર્ભ: www.nhs.uk

 • PUBLISHED DATE : May 19, 2015
 • PUBLISHED BY : NHP CC DC
 • CREATED / VALIDATED BY : NHP Admin
 • LAST UPDATED ON : Jun 04, 2015

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.