સ્વાઈન ફ્લુ

સ્વાઈન ફ્લુને સ્વાઈન ઇન્ફ્લુંએન્ઝા તરીકે ઓળખવામાં આવે છે અથવા રોગચાળા ઇન્ફ્લુંએન્ઝા શ્વસન  રોગ પણ કહેવામાં આવે છે.આ બિમારી વાઇરસના કારણે થાય છે જેને H1N1 વાઇરસ (જેની ઓળખ ૨૦૦૯ માં થઈ હતી) કહેવાય છે.આ વાઇરસ ડુક્કરની શ્વસનનળી  માર્ગે ચેપ લગાડે છે અને પછી તે મનુષ્યમાં સંક્રમિત થઈને ફેલાય છે.તેના પરિણામે નાકમાંથી પાણી વહેવું,ઉધરસ,ભૂખ ઓછી લાગવી અને બેચેનીનો અનુભવ થાય છે.

ઇન્ફ્લુંએન્ઝા વાઇરસની તુલનામાં સ્વાઈન ફ્લુ એક નવા વાઇરસ (ફ્લુ) હતો જે વર્ષ ૨૦૦૯-૧૦  દરમ્યાન મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાયો હતો. સ્વાઈન ફ્લુ વાઇરસ જલ્દીથી મનુષ્યને ચેપ (પરિવર્તન) લગાડે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) દ્વારા ૧૦ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ સ્વાઈન ફ્લુને ચેપી મહારોગ તરીકે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી.તેમ છતાં, સ્વાઈન ફ્લુને સંપૂર્ણ રીતે ખતમ કરી શકવામાં આવ્યો નથી.સ્વાઈન ફ્લુને H1N1 વાઇરસ મોસમ પ્રમાણે દુનિયાભરમાં પોતાનો ચેપ ફેલાવી રહ્યું છે.

સંદર્ભ :www.ima-india.org

આ મોડ્યુલ ની માન્યતા ડો.પ્રદિપ ખાંસનોબીસ રાષ્ટ્રીય રોગ નિયંત્રણ સેન્ટર દ્વારા ૨૧ મી સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ આપવામાં આવી છે.

 Recent Updates

Swine Flu (H1N1) Helpline Number: 011-23921401

સ્વાઈન ફ્લુના  ઈંડા સેવનનો સમય ૧-૪ દિવસ (લક્ષણોના આધારે દેખાતો સમય) છે.તેના લક્ષણો ઇન્ફ્લુંએન્ઝા (ફ્લુ) ના જેવાં સમાન હોય છે.તેનો સમાવેશ આ પ્રમાણે થાય છે.

 • તાવ આવવો  
 • માથાનો દુઃખાવો
 • નાક વહેવું
 • ગળું બળવું
 • શ્વાસોશ્વાસમાં ચઢઉતર અથવા ઉધરસ
 • ભૂખ મરી જવી
 • ઝાડા અથવા ઉલટી થવી

સંદર્ભ : www.nhs.uk

 

સ્વાઈન ફ્લુ H1N1 વાઈરસના કારણે થાય છે.આ વાઇરસ ડુક્કરના શ્વસનતંત્ર માર્ગે ચેપ ફેલાવે છે અને પછી તે માનવીમાં ફેલાય છે.તેના દ્વારા નાકમાં બળતરા,ઉધરસ,ભૂખ મરી જવી(ઘટાડો થવો) અને બેચેની જેવાં વર્તનનો સમાવેશ થાય છે.

સ્વાઈન ફ્લુ ૬ ફૂટ દુરના અંતરથી પણ ફેલાઈ શકે છે.ફ્લુના વાઈરસો મુખ્યત્વે જયારે લોકો બોલતા હોય,ઉધરસ ખાતા હોય અથવા છીકતા હોય તે સમયે ફેલાય છે.આ ટીપાઓ મોં અથવા નાકમાંથી નીકળીને પાસે રહેલાં લોકો જેઓને શ્વાસ લેવાથી તેમના ફેફસાંમાં પ્રવેશી શકે છે.ઘણાં કિસ્સામાં એક વ્યક્તિને થયેલા ફ્લુ દ્વારા અન્ય વ્યક્તિને સ્પર્શ કરવાથી પણ ફ્લુના વાઇરસ તેમને લાગી શકે છે.

સંદર્ભ www.cdc.gov

 

સ્વાઈન ફ્લુના દર્દીનો ઈતિહાસ અને તેના લક્ષણોને આધારે તેનું નિદાન કરીને તબીબી સારવાર કરવામાં આવે છે.ભવિષ્યમાં આ રોગના નિદાનની પુષ્ટિ કરવા માટે પ્રયોગશાળામાં RT-PCR (રિવર્સ ટ્રાંસ્ક્રિપ્શન પોલિમરેઝ ચેન રિએક્શન ) ઓળખાતી પદ્ધતિની મદદ લેવામાં આવે છે.

સ્વાઈન ફ્લુની અસરોને ઘટાડવા માટે અને તેના નિવારણ માટે બે એન્ટીવાઈરલ એજન્ટોની જરૂર પડે છે.તેમાં  ઝનામિવિર (રિલેન્ઝા) અને ઓસેલ્ટામિવિર (ટેમિફ્લૂ) દવાઓનો સમાવેશ થાય છે.આ બંને દવાઓ ઇન્ફ્લુંએન્ઝા એ અને બી ના લક્ષણોને નિવારવા અને અટકાવવાં માટે વપરાય છે.

આ દવાઓનો વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ નહિ.દા.ત. ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર દવા લેવી.તેના કારણે વાઇરસથી દવાઓનું પ્રતિકારાત્મક રીતે નેતૃત્વ થઈ શકે છે.

સંદર્ભ www.nhs.uk

 

ચેપથી બચવા માટેનો સૌથી પ્રભાવી અને અસરકારક રસ્તો સ્વચ્છતાનું પાલન કરવાનો છે. ઇન્ફ્લુંએન્ઝાના પ્રતિકાર માટેની કેટલીક રસીઓ અક મુજબ છે.

નિવારણ માટેના ઉપાયો :

૧.વારંવાર હાથ ધોવાં

૨. ‘હાથો-ને  ચહેરાથી અટકાવો’ અભિગમ બધા પ્રયત્નો કરવા છતાં હાથને ચહેરાના કોઈ ભાગ પર સ્પર્શ થતો અટકાવો જોઈએ.

૩.મીઠા વાળા ગરમ પાણીથી એક દિવસમાં બે વાર કોગળા કરવા. (H1N1-એચ૧એન૧ ના શરૂઆતના ચેપી લક્ષણો નાક/ગળામાં દેખાતાં આશરે ૨-૩ દિવસ લાગી શકે છે.)

૪.ઓછામાં ઓછું એક દિવસમાં મીઠાવાળા ગરમ પાણીથી નાક સાફ કરવું.વાઈરલ વસ્તીવાળા વિસ્તારોમાં રહો તો એક દિવસમાં એક વાર ગરમ પાણીમાં નાકને ડૂબાડીને રૂ વડે બંને નાકએ સાફ કરવા જોઈએ.

૫.તમારી કુદરતી પ્રતિરક્ષામાં વધારો કરવા માટે (આંબલા અને બીજા ખાટા ફળોમાં) પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી હોય છે.

૬.તમે ગરમ પદાર્થોના રૂપમાં (ચા,કોફી વગેરે) પણ પી શકો છો.ગરમ પ્રવાહી પીવાથી કેટલીક હુફાળી અસરો થાય છે પણ તે વિપરીત દિશાની પણ હોઈ શકે છે.વાઇરસને ગળામાં જતાં અટકાવીને પેટ સુધી પહોંચવા દેવાતા નથી જેથી કોઈ નુકશાન અથવા બચવાની શક્યતા રહેતી નથી.  

સંદર્ભો www.nhs.uk

 

 • PUBLISHED DATE : Oct 10, 2015
 • PUBLISHED BY : NHP CC DC
 • CREATED / VALIDATED BY : NHP Admin
 • LAST UPDATED ON : Oct 10, 2015

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.