ઝાડા

ડબલ્યુંએચઓના જણાવ્યાં અનુસાર ઝાડા એક દિવસમાં (સામાન્ય વ્યક્તિની તુલનામાં વધારે વખત જાજરૂ જવાની જરૂર પડે) ત્રણ કે તેથી વધુ વખત પ્રવાહી કે ઢીલાં મળને  ઝાડા તરીકે ઓળખવામાં આવે છે.વારંવાર મળ વહેવો તે ઝાડા નથી પણ સ્તનપાન કરતાં શિશુઓ માટે ઢીલાં અને ‘પીળાં’ પ્રવાહી પ્રકારના ઝાડા હોઈ શકે છે.ખાસ કરીને તે એક પકારના પરોપજીવી અને બેક્ટેરિયાના કારણે થાય છે જે જઠરના ચેપનું લક્ષણ છે.

યુનિસેફના આંકડા અનુસાર સમગ્ર દુનિયામાં અંદાજીત એક વર્ષમાં ૧૩ લાખ બાળકો કે જેની ઉમર પાંચ વર્ષથી ઓછી હોય તેમનું અવસાન ઝાડાની બિમારીના કારણે થાય છે જે સૌથી ગંભીર બાબત છે.મૃત્યુંના કુલ આંકડામાંથી અર્ધાથી વધુ અવસાન ભારત, નાઈજીરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇથોપિયા આ પાંચ દેશો થાય છે.તેને અટકાવી શકાય છે અને સારવાર પણ કરાવી શકાય છે.તીવ્ર પ્રવાહી ઝાડા હેરાનગતિ કરે છે અને જીવન જીવવા માટે કુપોષણનો શિકાર બને છે ઝાડા ખાસ કરીને નાના બાળકો અને યુવાનોને વધુ હેરાનગતિ કરી શકે છે.લોકોને બગડી ગયેલા ખાદ્ય પદાર્થો ખાવાથી અને દુષિત પાણી પીવાના પરિણામે આ ચેપનો ફેલાવો થઈ શકે છે.જયારે તમે પ્રવાસ કરતા હો છો ત્યારે દુષિત ખોરાક અને દુષિત પાણી પીવાના કારણે ઝાડા થાય છે તેને પ્રવાસી ઝાડા કહેવામાં આવે છે.

સંદર્ભો:www.nhs.uk(link is external)
www.unicef.org(link is external)
www.nlm.nih.gov(link is external)
digestive.niddk.nih.gov(link is external)
www.who.int(link is external)
ભારતમાં ઝાડા :   www.youtube.com 

ઝાડાના લક્ષણો તેના કારણો પર આધારિત હોય છે કે જેના દ્વારા તેની સાથે જોડાયેલા પરિબળો અસરો કરતા હોય છે.

આ લક્ષણોનો સમાવેશ થાય છે :

 • પ્રવાહી ઝાડા
 • પેટમાં ગરબડ થવી
 • પ્રવાહી અથવા ઢીલો મળ
 • તાત્કાલિક અસરથી મળ ત્યાગ કરવાની સ્થિતિ ઉભી થવી
 • ઉબકા અને ઉલટી થવી

ઉપર જણાવ્યાં લક્ષણો ઉપરાંત ગંભીર ઝાડાના લક્ષણો પણ જોડાયેલા છે :

 • તીવ્ર ઝાડા માટે નિર્જલીકરણ મહત્વપૂર્ણ નેતૃત્વ પૂરું પાડે છે. 
 • મળમાં અપાચન થયેલો ખોરાક આવવો,લોહી આવવું, રસી આવવી 
 • વજન ઘટી જવું
 • તાવ આવવો

 

સંદર્ભ :www.nhs.uk(link is external)
  

ખાસ કરીને જયારે પ્રવાહી પદાર્થો આંતરડામાં જમા થાય છે ત્યારે કેટલાંક પદાર્થો તેમાંથી  શોષણ પામતા નથી ત્યારે મળ સ્વરૂપે તે પદાર્થો ઝાડાના રૂપમાં બહાર નીકળે  છે.

ટુંકાગાળાના ઝાડા : ખાસ કરીને ઝાડા આંતરડા અને જઠરને ચેપ લાગવાના કારણે (આંતરડાને ચેપ લાગવો) થાય છે.

·         તે એક પ્રકારના નોરોવાઇરસ અથવા રોટોવાઇરસના સ્વરૂપના વાઇરસ છે,

·         ગિરડીયા ઇન્ટેન્સસ્ટીનેલિસ હોય છે જેમ કે ગિરડીયાસીસ નામના પરજીવીઓ તરીકે ઓળખાય છે

·         બેક્ટેરિયા જેમ કે કેમ્પ્લોબેક્ટર,કલોસ્ટીરિડીયમ ડીફીસિલ,(સી. ડીફીસિલ) એસેરિચીયા કોલી (ઈ.કોલી) સલ્મોનીયા અને શિગેલ્લા:આ બધા જ બેક્ટેરિયા ઝેરી ખાદ્ય પદાર્થોના લીધે થાય છે.  

ટૂંકા ગાળાના ઝાડાના અન્ય કારણોમાં સમાવેશ થાય છે :

 

 • લાગણીઓમાં પરિવર્તન અથવા અસ્વસ્થતા
 • ખૂબ કોફી અથવા દારૂ દારૂ પીવાની આદત
 • કોઈપણ ખાદ્ય પદાર્થોની એલર્જી
 • એપેન્ડિસાઈટિસ (આંતરપૃછનો દુઃખાવો) (તીવ્ર પીડાદાયક સોજો)
 • રેડિયોચિકિત્સાના લીધે આંતરડાના પડને નુકસાન.

ઘણી વખત તબીબી  સવલતોની આડ અસરના લીધે ઝાડા થઇ શકે છે :

 • એન્ટીબાયોટિક્સ દવાઓ
 • મેગ્નેશિયમ હોય તેવી અનએસિડીક દવાઓનો સમાવેશ થાય છે.
 • અમુક દવાઓ કે જે  કિમોચિકિત્સા માટે વપરાય છે
 • બિન સ્ટીરોડલ બળતરા વિરોધી દવાઓ (NSAIDs)
 • પસંદગીના સેરોટોનિન ઘટકોના અવરોધકો (SSRI)
 • સ્ટેટિન્સ - કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ
 • જુલાબ –જો કબજિયાત હોત તો, દવા દ્વારા આંતરડામાંથી ખાલી કરવામાં મદદ કરે છે. 

દીર્ઘકાલીન ઝાડા

 • આંતરડાનું કેન્સર – ઝાડાના કારણે મળમાં લોહી આવી શકે છે.
 • સ્વાદુપિંડમાં તીવ્ર દુઃખાવો – એક નાના અંગ તરીકે સ્વાદુપિંડમાં બળતરા, હોર્મોન્સ અને પાચનરસ ઉત્પન્ન કરે છે.
 • દુસાધ્ય બિમારી :તે જઠરાગ્નિ માર્ગની વિકૃતિ છે-કે જેનાથી પ્રોટીનમાં  રહેલા નત્રિય દ્રવ્ય માટે વિઘાતક છે.
 • ક્રોહન રોગ - જઠરાંત્રિય માર્ગ પર બળતરાંની સ્થિતિના કારણે સોજો આવે છે.
 • આળા આંતરડા સિન્ડ્રોમ (આઈબીએસ) ખરાબ સમજણની સ્થિતિ કે જ્યાં આંતરડાના સામાન્ય કાર્યોને અડચણરૂપ બને છે
 • સુક્ષ્મદર્શી ચાંદા-આંતરડા પર સોજો આવવાને કારણે પ્રવાહી ઝાડાનું કારણ બને છે.  
 • આંતરડામાં ચાંદા : આંતરડામાં ચેપગ્રસ્ત સ્થિતિને લીધે (મોટા આંતરડામાં) ચાંદા પડવા
 • કયોસ્ટીક ફાઈબ્રોસીસ : ફેફસા અને પાચનતંત્ર અડચણરૂપ બનતી પરિસ્થિતિ
 • જઠરાગ્નિના પરિણામે ઘણી વખત સતત ઝાડા પણ થઈ શકે છે.પેટના આ ભાગને શસ્ત્રક્રિયા દ્વારા દુર કરવામાં આવે છે.દા.ત. પેટના કેન્સરની સારવાર માટે.

ઘણીવખત સતત ઝાડાના કારણે બેર્રીએટ્રિક શસ્ત્રક્રિયા કરવામાં આવે છે.(ઘણા લોકોનું શરીર ગંભીર રીતે મોટાપાથી પીડાતું હોય ત્યારે તેની સારવાર કરવા માટે અંતિમ ઉપાય શસ્ત્રક્રિયા છે)

 

 

અતિસારની પરિસ્થિતિમાં વધુ તપાસ માટે નિમ્નલિખિત પ્રયત્નો કરવા જોઈએ :

 • બાળકોને
 • યુવા બાળકોમાં તીવ્ર અથવા પ્રવાહી ઝાડા
 • લોહી સાથે જોડાયેલા (ઝાડા)
 • અપચા સાથે જોડાયેલો પેટનો દુઃખાવો,તાવ આવવો,વજન ઘટવું વગેરે 
 • પ્રવાસીઓમાં
 • બીજાને ચેપ લાગવાની સંભાવનાના કારણે ખોરાકમાં નિયંત્રણ રાખવું
 • વિવિધ સંસ્થાનો જેમ કે હોસ્પિટલ,બાળ સંભાળ કેન્દ્રો,અથવા વૃદ્ધ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત ગૃહોનો સમાવેશ થાય છે.

મળના નમુના : ચેપના કારણો જાણવા માટે

લોહી પરીક્ષણ : સામાન્ય રીતે આંતરડાના રોગોના કારણે સોજો ચઢાવતા ભાગોના પરિક્ષણ અને બળતરા કરાવતા આંતરડાના ચિન્હોને ઓળખવા માટે અને ઝાડાનું કારણ મળતું ણ હોય તેવા કિસ્સામાં દર્દીની વધુ તપાસ કરવા માટે લોહીના પરિક્ષણની સલાહ આપવામાં આવે છે.

 સિગ્મોઆઈડોસ્કોપી- તેના એક સાધનને સિગ્મોઆઈડોસ્કોપથી (એક પાતળી આરપાર ટ્યુબ સાથે જોડાયેલો એક લાઈટવાળો કેમેરા) મળાશયમાં S આકારમાં દાખલ કરીને પેટની અંદરના આંતરડાની તપાસ કરવામાં આવે છે.  

કોલોનોસ્કોપી – એક મોટી ટ્યુબની પ્રક્રિયાના ઉપયોગ વડે મોટા આંતરડાના પરીક્ષણ કરવા માટે ઉપયોગ કરવામાં આવે તેને કોલોનોસ્કોપી કહેવામાં આવે છે.

 સંદર્ભ : www.nhs.uk  (link is external) 

વ્યવસ્થાપન :

પ્રવાહી પીણું : નિર્જલીકરણથી બચવા માટે પુષ્કળ પ્રમાણ પ્રવાહી પીણું પીવું જોઈએ.

મૌખિક નિર્જલીકરણ સોલ્યુશન (ઓઆરએસ) : ઓઆરએસ નિર્જલીકરણને અટકાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.આમ મીઠું ચઢાવેલું ચોખાનું પાણી,દહીંમાં મીઠું,શાકભાજી અને ચિકન સૂપમાં મીઠાનું યોગ્ય પ્રમાણ જાળવીને આપી શકાય છે.

દવાઓ: ચોક્કસ પ્રકારની એન્ટીબાયોટિક્સ દવાઓ તીવ્ર ઝાડા માટે ફાયદાકારક હોય છે,તેના સિવાય સામાન્ય રીતે અન્ય કોઈ પણ સ્થિતિમાં ઉપયોગ કરવામાં આવતો નથી.ઝાડા માટેની કેટલીક સહાયક દવાઓમાં પેપ્ટો-બિસમોલ (બિસમુથ સબસાઈક્લેટ) અથવા એન્ટી મોટીલીટી ડ્રગ્સ ઈમોડ્યુમ પ્લસ (લોપામાઈડ હાઇડ્રોકલોરાઈડ વિથ સીમથીકોન)નો સમાવેશ થાય છે. 

ભોજન : ડબલ્યુંએચઓના જણાવ્યાં અનુસાર ઝાડા સાથે સંકળાયેલા બાળકોને ભોજન ખવરાવવું જોઈએ.તેનાથી ઉલટું,જે બાળકોને  ખોરાક નિષેધ છે,લાંબા ગાળાના ઝાડાની સ્થિતિમાં અન્નનળીની કાર્યપ્રણાલી ધીમી ગતિએ થતી હોય છે.

સંદર્ભો : (link is external)www.nhs.uk(link is external)

www.icmr.nic.in(link is external)
 

નિવારણ :

 ઝાડાના ચેપને અટકાવવા માટેના કારણોમાં હંમેશા સ્વચ્છતાના ધોરણો જાળવવા જરૂરી છે. ઉદાહરણ તરીકે :

 • ખાતાં પહેલાં અથવા રાંધતા પહેલાં અને જાજરૂ ગયા પછી હાથોને યોગ્ય રીતે ધોવા જોઈએ.
 • ઝાડા ગયા પછી જંતુનાશકોનો છંટકાવ કરીને જાજરૂ, હેન્ડલ અને બેસવાની જગ્યા સાફ કરવી જોઈએ.
 • ઘરના સભ્યોએ ઉપયોગ કરેલા ટૂવાલ,કટલેરી અને વાસણોનો ઉપયોગ ટાળવો જોઈએ.
 • ઝાડા થયાના ઓછામાં ઓછા ૪૮ કલાક પછીના સમયગાળા  બાદ કામ અથવા શાળા પર જવાનું ટાળવું જોઈએ.

સંદર્ભ :

www.nhs.uk(link is external)
digestive.niddk.nih.gov
 

 • PUBLISHED DATE : Nov 23, 2015
 • PUBLISHED BY : Zahid
 • CREATED / VALIDATED BY : Jitendra Makwana
 • LAST UPDATED ON : Nov 23, 2015

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.